Tuesday, August 25, 2015

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા www.ashokhndocha.blogspot.com M-94262 54999

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
www.ashokhndocha.blogspot.com M-94262 54999ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
Inline image

ધરમપુર: આજના છળ, કપટ અને સ્વાર્થી જમાનામાં છેલ્લા 33 વર્ષથી અવિરત દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓને નિ:સ્વાર્થ ભાવનાથી શહેરના જલારામ બાપાના ભકત મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. ધરમપુર શહેરના મનહઘાટ પાસે આવેલી ધરમશાળાની બાજુમાં ભંડારા ચલાવી દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓ મળી રોજના 200 જેટલાઓને શહેરના જલારામ બાપાના ભકત અને ઇલેકટ્રીક, ઇલેકટ્રોનિકસની દુકાન ચલાવતા મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. મિરાણી તરિવારના સર્વસર્વા સ્વ. ગોવિંદલાલ જે. મિરાણી હંમેશા પુત્રોને ભૂખ્યાઓ માટે ભોજનના આયોજનની ટકોર કરતા હતા. સને 1983 માં તેમના અવસાન બાદ પુત્રો દ્વારા ભૂખ્યાઓને ભોજનની સેવાની શરૂઆત થઇ હતી. આજે 33 વર્ષથી પ્રસિદ્ધિથી અળગા રહીને રોજ મોટી સંખ્યામાં મનહરઘાટ પાસે આવતા દરીદ્ર નારાયણો તથા હોસ્પિટલના દર્દીઓને ભોજનની સેવા આપે છે. ન્યાત જાત, ધર્મના ભેદભાવ વગર દરીદ્ર નારાયણો પેટ માટે ભોજન મેળવે છે. ઉનાળામાં શહેરમાં ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવે છે. પરિવારના નિવૃત્ત શિક્ષક દ્વારા શહેરમાં રખડતા, અસ્થિરોને ભોજનની સેવા અપાય છે તેમજ પશુનોને ઘાસચારો પૂરો પાડે છે. આજના યુગમાં પ્રસિદ્ધિથી અળગા રહી રોજ ભોજનની સેવા આપતા મિરાણી બંધુઓ અન્ય માટે પ્રેરણારૂપ છે. સ્વૈચ્છીક રીતે ભૂખ્યાઓને ભોજન પૂરૂ જલારામ બાપાની કૃપાથી પડાય છે. કયારેક દાતાઓ તરફથી અનાજનું દાન મળતા ભંડારામાં મૂકી દેવાય છે. એક રસોઇયો તથા બે બહેનો ભંડારામાં સેવા આપે છે. જોકે તેમને પગાર ચૂકવવામાં આવે છે. તેઓ પણ સેવાભાવી છે. મિરાણી બંધુઓએ જણાવ્યું કે, તેમણે પ્રસિદ્ધિનો શોખ નથી. પરોપકારના કામો જલારામ બાપાની કૃપાથી થઇ રહ્યા છે. આ સેવા યજ્ઞ અવિરત ચાલતો રહે એવી મનોકામના છે.(Courtesy : Divya Bhaskar)

No comments: